Taara Anganiyaa

Index

Eji taaraa aanganiya puchhine je koi aave re,
Aavkaaro mitho aapjey re ji,

Eji taare kaane re sankat koi sambhadaave re,
bane to thodu kaapje re ji, (2)

Maanavi ni paase, koi maanavi aavere,
Eji taara divaso dekhine koi dukhiya aavere,
Aavkaaro mitho aapje re ji…

Kem tame aavyaa chho evu nav puchhvu re,
Eji ene dhire dhire bolaavaa deje re,
Aavkaaro mitho aapje re ji…

Vaat eni saambhadi ne aadu nav jo je re,
Eji ene maathu re halaavi hokaaro deje re,
Aavkaaro mitho aapje re ji…

‘Kaag’ ene paani paaje saathe besi bhojan karje,
Eji ene zaapaa re sudhi vadaavaane jaaje re,

Aavkaaro mitho aapje re ji


એજી તારા આંગણીય પૂછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી,

એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે જી, (૨)

માનવી ની પાસે, કોઈ માનવી આવેરે,
એજી તારા દિવસો દેખીને કોઈ દુખિયા આવેરે,
આવકારો મીઠો આપજે રે જી…  (૨)

કેમ તમે આવ્યા છો એવું નવ પૂછવું રે,
એજી એને ધીરે ધીરે બોલાવા દેજે રે,
આવકારો મીઠો આપજે રે જી…  (૨)

વાત એની સાંભળી ને આડું નવ જો જે રે,
એજી એને માથું રે હલાવી હોકારો દેજે રે,
આવકારો મીઠો આપજે રે જી…  (૨)

‘કાગ’ એને પાણી પાજે સાથે બેસી ભોજન કરજે,
એજી એને ઝાપા રે સુધી વાદાવાને જાજે રે,

આવકારો મીઠો આપજે રે  જી

Index Page