Article about Brahmin Sanskar (in Gujarati)

બ્રાહ્મણત્વના સંસ્કારોને જાળવી રાખીએ
Written by Kiran Thanki (From Bardai Jyot)

This article originally appeared in the Federation of Sri Bardai Brahmin Samajs UK Directory 1995.


આવો. આપણે આપણા બ્રાહ્મણત્વના સંસ્કાર જાળવીએ.
આપણા સામાજિક સંસ્કારોની અંદર-બહાર

-લેખક કિરણ થાનકી સંયોજક સંપાદક બર્ડાઇ જયોત

દરેક માનવીને એનાં જન્મજાત સંસ્કાર હોય છે. સામાજિક સંસ્કાર વગર માનવીનું જીવન નિરર્થક છે બ્રાહ્મણ ક્ષત્રિય, વેશ્ય અને શુદ્ર એ તમામના સંસ્કારો અલગ અલગ છે. એમાયે આપણા બ્રાહ્મણોને તો સવારના પ્રાતઃકાલથી રાત્રીના શયન સુધીના અનેક નિયમો પાળવાનું શાસ્ત્રોમો લખ્યું છે. દરેક બ્રાહ્મણ એક સંસ્કારની વિશિષ્ટતાથી જન્મે છે. એમ કહીએ તો જરાય ખોટું નથી. આપણા સમાજમૉ સંસ્કારો અતૂટ છે, એ છેક મરણોત્તર સાથે જ રહે છે. મનુસ્તૃતિમા લખાયું છે કે જે બ્રાહ્મણ તેના બ્રહ્મત્વના સંસ્કારો ભૂલી જાય છે તેનું બ્રહ્મતેજ નાશ પામી જાય છે, અને તેવા બ્રાહ્મણો અપંકિતવાન છે. આમેય જેના જીવનમા સંસ્કાર નથી એના જીવનમા વિકાર આવ્યા વગર રહેતો નથી, અને જેના જીવનમા વિકાર હોય એના ઘરમા પછી બે-બે-કાર હોય તોય તેને સુખ મળતું નથી. કારણ કે ત્યાં સંસ્કાર વગરનો સંપૂર્ણ અંધકાર હોય છે.

યુગપરિવર્તનની સાથે ધીમે ધીમે સંસ્કારો પણ ભુલાઇ રહ્યા છે. છતાં પણ આપણી બ્રાહ્મણોની જ્ઞાતિમા હજી પણ સંસ્કારનું સારું એવું વર્ચસ્વ છે. સંસ્કારો કુલ સોળ છે. પરંત્‌ આપણા સમાજમા પ્રચલિત હોય એવા સંસ્કારો આપણે જોશું.

1. નામકરણ સંસ્કાર: આ સંસ્કાર આપણા તમામના જીવનમા આવતો સંસ્કાર છે. માત્ર આપણા સમાજમા નહિ, દરેક સમાજમા નામ પાડવું ફરજિયાત છે. પણ આપણા બ્રાહ્મણોમા નામ પાડવાને પણ એક સંસ્કાર મનાય છે. આપણા શાસ્ત્રોમા લખાયું છે કે દશ વીસ દિવસ કૈ એક વરસ સુધીમા નામકરણ સંસ્કાર કરી નાખવા જોઇએ. પણ આ સંસ્કાર બને તેટલા વહેલા કરવા જોઇએ જેથી વ્યક્તિની ઓળખાણ પડી જાય આપણે ત્યાં નામકરણ સંસ્કાર મોટે ભાગે ફઇ જ કરે છે. આજે તો ઘરમા મિષ્ટાન કરીને ઓળી જોળી પિપળ પાન ફઇએ પાડેલ…. એમ કરીને જ નામ પાડી દેવાય છે, પણ પહેલાં આપણે ત્યાં અગ્નિમા હોમ કરીને લાંબી શાસ્ત્રોક્ત વિધિ કર્યા પછી જ નામ અપાતું.

2. અન્નપ્રાશન સંસ્કાર: અન્નપ્રાશન સંસ્કાર એટલે બાળકને પ્રથમ અન્ન આપવાનો સંસ્કાર હવે વર્તમાનય્ગમા બાળકને મમ્મી કોઇ જાતના સંસ્કરાની વિધિ કર્યા વગર નાનપણથી જ પારલે-જી ખવડાવવા માંડે છે. એટલે પછી મમ્મીને પોતાની જિંદગી ના અંત સુધી પોતાના સંતાન આગળ જી.જી. કહેલ્‌ પડે છે! પણ હજી ગામડામા તો આ સંસ્કાર પૂરોપૂરો જળવાયો છે, પણ શાસ્ત્રોક્ત વિધિ થતી નથી, બાળકને પાટલા પર બેસાડી, ચાંદલો કરી અને પછી આ સંસ્કાર કરાય છે. આપણે ત્યાં એને અભડાવ્યો એવા વિશેષણથી પણ બોલાવાય છે.

પણ શાસ્ત્રો મુજબ છઠ્ઠે માસે અન્ન સંસ્કાર કરાવવો જોઇએ. બને તો ઘી અન ચોખા તથા ગોળથી આ સંસ્કાર કરવા જોઇએ. ચોખા અને ઘી તેજસ્વિતા સૂચક છે. પહેલાના વખતમા તો વેદિક વિધી થતી, અને અન્નદેવતાનું આહવાન કરવામા આવતું પરંતુ હવે આ સંસ્કાર ધીમે ધીમે વિસરાતો જાય છે.

3 ચૌલકર્મ સંસ્કાર: ચૌલકર્મ સંસ્કાર એટલે બાળકને સર્વપ્રથમ મુંડન કરાવવ્‌ આપણે ત્યાં એને બાલમોવાળા ઉતારવા એવું નામ અપાય છે. આ સંસ્કાર હજા્‌ પણ પૂર્ણ રીતે કરયા છે. પણ શહેરમા અમુક અતિ આધુનિક લોકો વિસરી જાય છે. આ વિધિ વખતે વીરની બહેન એ ભાઇના સો પ્રથમ ઉતરતા વાળની લટન પોતાના ખોળામા ઝીલે છે. આપણે ત્યાં આ પ્રસંગે રાંદલમાતાનું પુજન પણ થાય છે. અને કુટંબીજનોને આમંત્રણ અપાય છે. બાલ જન્મ બાદ એક કૅ સવા વર્ષે આ સંસ્કાર અપાય છે. શાસ્ત્રમા આ સંસ્કાર પણ વિસ્તારપૂર્વક થતો એમ બતાવાયું છે.

4 ઉપનયન સંસ્કાર: ઉપનયન ને આપણે જનોઇ આપવી એમ ઓળખીયૅ છીએ પણ પુરાણો અને શાસ્ત્રોમા ઉપનયન ને જ્ઞાનની શરૂઆત માનવામા આવતું. આપણે ત્યાં લગભગ તમામ યુવાનો આ સંસ્કારથી જાણીતા છે. પણ આપણે ત્યાં આજે કૅટલાકને પંદર, સત્તર વર્ષે પણ આ સંસ્કાર અપાય છે. અને પછી મા-બાપ કહે છે કે અમારો છોકરો તો અસંસ્કારી છે! પણ મનુસ્મૃતિમા કહેવાયું છે કે બ્રાહ્મણના બાળકને પાંચમે વર્ષે આ સંસ્કાર દઇ દેવો જોઇએ. આજે તો કોઇ સગાં કે બહેનના લગ્નમો આ સંસ્કાર ને માત્ર થોડી જ કલાકનો મામલો ગોરબાપા દક્ષિણાના લોભે કરી નાખે છે. પણ શાસ્ત્રોમા ખાસ કહેલ છે કૅ બ્રાહ્મણના સંતાનને જો ઉપનયન સંસ્કાર યોગ્ય રીતે ન અપાય તો તે રાવણ જેવો બને છે.

આ સંસ્કારનું છેલ્લું ચરણ ‘કાશીપ્રયાણ’ જેને કંધોલે ચડાવવો એવા નામથી ઓળખાય છે. પણ તેમોય આજે ફિલ્મી રીતે ડિસ્કો ડાંડીયા અને ફટાકડાની આતશબાજી કરી પૈસાનો વ્યય થાય છે. એટલે મૂળ અર્થ અને વિધિને આપણે વિસરતા જઇએ છીએ.

5 વિવાહ સંસ્કાર: વિવાહ, અર્થાત લગ્ન ને પણ શાસ્ત્રોમાં સંસ્કાર માનવામા આવે છે. લગભગ તમામ માનવી આ સંસ્કારથી પોતાના ગૃહસ્થાશ્રમમો પ્રવેશ કરે છે.

જો કૅ એમા અમુક ખાસ અપવાદ પણ જોવા મળે છે પણ તે જવલ્લે જ. આપણા સમાજમા પણ લગ્નએ આજે મેળાવડાનું સ્થાન લઇ લીધું છે. એટલે સંસ્કાર ને બદલે અસંસ્કાર જેવું બની ગયું છે. હવે આ સંસ્કારને માણસો માણતા નથી પણ લૂંટે છે

પણ શાસ્ત્રો અનુસાર વિવાહ એટલે કબુલાત. મનુસ્મૃતિમા કહેવાય છે કે ‘લગ્ન સમયે કન્યાની ઉમર ૧૮ થી શરૂ થવી જોઇએ’ અને વરની ઉમર ૨0 થી શરૂ થવી જોઇએ. વળી વિવાહનો સંસ્કાર ગુરૂ, અને માતા-પિતાની આજ્ઞાથી થવો જોઇએ અને એ પણ વિધૌભ્યાસ પૂર્ણ થયા પછી. કદાચ ત્યારના %#ષિઓને એ ખ્યાલ હશે કૅ કલિયુગમો લગ્ન પછી કોઇ વિધામો ધ્યાન આપી શકવાનો નથી રામાયણ વગેરે ગ્રંથઓમા તો લગ્નની વિધિ અત્યંત વિસ્તૃત બતાવાઇ છે.

6 સીમન્ત સંસ્કાર: સીમંત સંસ્કારને ગર્ભાધાન સંસ્કાર પણ કહી શકાય એને ‘અધરણી સંસ્કાર’ એવા નામથી પણ ક્યાંક ઓળખાવાય છે. આપણા બ્રાહ્મણોમા આ સંસ્કાર હજા પણ ખુબજ પ્રચલિત છે. અને પ્રથમ બાળક પહેલા આ સંસ્કાર અપાય છે. આ સંસ્કારને ગામડા અને શહેરમા પૂરતી રીતે ઉજવવામો આવે છે. શહેરમા તો આ સંસ્કાર પાછળ સામાન્ય લગ્ન જેટલા રૂપિયાનો વ્યય કરાય છે. આપણે સૌ આ સંસ્કારને ખોળો ભરવો એવા નામથી ઓળખાવીએ છે આપણે ત્યાં ત્યારે રાંદલમાતાનું પૂજન કરાય છે અને સ્ત્રીઓ ગીતો ગાય છે. ફટાણાંઓની મારામારી થાય છે. નણંદ ભાભીને રાખડી બાંધે છે, દિયર ભાભીને થપાટ લગાવે છે. અને આ બધાનો એકસ્ટ્રા ચાર્જ માવતર પક્ષે ચૂકવવો પડે છે.

7 જિંદગીનો છેલ્લો-મૃતક સંસ્કાર: માનવીની જિંદગીમા તમામ સુખો કે દુઃખો ભોગવાયા પછીનો સંસ્કાર એ મૃતક સંસ્કાર છે. જેને અંતિમ સંસ્કાર કહેવામા આવે છે. આ સંસ્કાર ગમે તે કારણસર હજી પણ વિસ્તૃત રીતે કરવામા આવે છે. એમા કચાશ રાખવાની કોશિશ ગરીબ કૅ સમૃદ્ધ કોઇજ કરતું નથી. શહેરમા આ સંસ્કાર ને “ઉઠમણું” નામ આપીને ટુંકાવી દેવાયો છે તે યોગ્ય છે. મરણ પામવાની અંતિમ ઘડી અને મરણ પછીના સિંડદાન સુધી, અને તર્પણ સુધીની વિધિ “ગરૂડ પ્રાણ’ તેમજ આશ્ચલાયગુહયસૂત્રમા વિસ્તૃત રીતે અપાય છે. પણ તે વર્તમાન યગ પ્રમાણે શકય બની શકે નહીં જ

ભારતના ગામડામા આવા સંસ્કારોને ઘણા દિવસ સુધી લંબાવાય છે. અને ગરીબ માણસોના પૈસાનો વ્યય થાય છે. એને કરજ કરીને પણ આવા કાર્યમાં વ્યવસ્થા રાખવી જ પડે છે.

એમાયે ખાસ કરીને અગિ.યાર દિવસ સુધીના જમણવાર પાછળ જ એ કરજના કાંટલાંમાો સંડોવાય છે. આ અંગે વૃદ્ધોએ જ વિચારવાની અને પગલાં લેવાની જરૂર છે. પણ આવા સંસ્કારોની કરૂણતા પણ એજ છે કે વૃદ્ધો જ સર્વ પ્રથમ બુંદી ખાવા બેસી જાય છે, છતાંયે આ એક સંસ્કાર છે! કમસે કમ આપણો બ્રા્મણ તરીકે આપણા સંસ્કારને ન ભૂલીએ તોય ઘણું છે