મજારાજર્શ્રી ત્રીકમજીબાપુર્શ્રીનું ટુંક જીવન ચરિત્ર

શ્રીમદ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ મહાત્મા

મજારાજર્શ્રી ત્રીકમજીબાપુર્શ્રીનું ટુંક જીવન ચરિત્ર

“બ્રહ્માકારવૃત્તિ આનંદ અંકિત મહાત્માઓના ચરિત્રોમાં અપૂર્વ બોધ સમાયેલો છે. તેઓનું કલ્યાણમય જીવન, ગંગાના ઉજ્જવળ પ્રવાહ પેરે, પ્રાણીઓના પાપને ધ્રોતું, દિગંતમાં અસ્ખલિત વહ્યા કરે છે. તેમના જીવન પ્રવાહમાં અનુપમ અમૂત રહેલું હોય છે. જેનું પાન કરતાં સામાન્ય મનુષ્ય પણ અમરપણાને પામે છે. કોઈપણ મોટા મહાન પુરૂષનું જીવન ચરિત્ર લખવાનું કામ ઘણું કઠણ છે; તેમાં પણ જેઓ સમજીને સમાઈ ગયા અથવા જ્ઞાન પામી પોતાની બ્રહ્માકારવૃત્તિમાં સગ્ન થયેલા હોય તેવા પુરૂષનું જીવનચરિત્ર લખવાનું કામ વિશેષ કઠણ થઈ પડે છે. કારણ કે તેઓ પોતાના સંબંધી વાતો બહુ જ થોડી કરે છે અથવા કરતા પણ નથી. તે છતાં તેમના સંબંધમાં આવેલા પુર્ષોએ જે હકીકત જણાવી છે તે ઉપરથી આ ટુંક જીવનચરિત્ર લખવામાં આવે છે.

પરમ પૂજ્ય મહાત્માશ્રી ત્રીકમજી બાપુશ્રીના બાહ્ય જીવનમાં આપણને ઘણુંજ ઓછું જાણવાનું મળશે. કારણ કે ખરેખર જીવન તો તેમનું આંતરિક જીવન તો બીજાઓ શી રીતે જાણી શકે. છતાં તેમના સંબંધમાં મળેલી હકીકત ઉપરથી આ ટુંક જીવન ચરિત્ર લખવામાં આવે છે. તેમના પૂજ્ય પિતાશ્રી કાઠીઆવાડમાં

પોરબંદર સ્ટેટમાં આવેલા અડવાણા મહાલમાં કુણવદર ગામમાં રહેતા હતા. અને શ્રીમાન્‌ મહાત્માશ્રી ત્રીકમજી બાપુશ્રીનો જન્મ કુણવદર ગામમાં થયેલ હતો. અને પોરબંદરના મહારાજા મહારાણાશ્રીના પૂજ્ય ગોર હતા અને તેમના પિતાશ્રીનું નામ હરિદાસ હતું. અને તેમના પૂજ્ય માતુશ્રીનું નામ લાછબાઈજી હતું. તે સહસ આદિચ ચજુર્વેદિ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેઓ બરડા પર્વતની હદમાં રહેતા હતા. માટે તેમના જ્ઞાતિજનો બર્ડાઈ બ્રાહ્મણ તરરીકે ઓળખાય છે. અને ત્રદષિ મહાત્મા શ્રી ત્રીકમજી બાપુશ્રીનો જન્મ સંવત ૧૯૨૦ના પોષ માસમાં થયો હતો. શ્રી મહાત્માશ્રી ત્રીકમજી બાપુશ્રી કોઈપણ જાતની ભાષા ભણ્યા ન હતા. પણ પૂર્વજન્મના ઉચ્ચ સંસ્કારોને લીધે વીસ વર્ષની ઉંમરે તેમને સ્વભાવિક વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો.

આ જગત અને જગતની વસ્તુઓ તેમને અસાર ભાસવા લાગી, તેથી તેઓ ઘરબાર તજી કોઈ તીર્થ તરફ (તીર્થ સ્થળ તરફ) ચાલ્યા ગયા હતા. તેમનો વૈરાગ્ય શુદ્ધ અને ઉચ્ચ પ્રકારનો હતો. કોઈપણ દુઃખથી નહીં પણ જ્ઞાનથી પ્રગટેલો હતો. એગ જ્યારે તેમના માતાપિતાને લાગ્યું ત્યારે તેમના માતપિતાએ તથા ભાઈઓએ પાછા બોલાવ્યા અને તેમનું સારી રીતે રક્ષણ કર્યું. તેઓ પણ પોતાના ભાઈઓને ખેતીવાડી કામમાં મદદ કરતા હતા. તેઓશ્રીના પત્નિ સંવત ૧૯૫૭માં મૃત્યુ પામ્યાં હતાં. તેમને વિસાતર કાંઈ છેજ નહીં. એમ કહેવાય છે કે તેમનું આયુષ્ય પચાસ વર્ષનું હતું પણ પોતે પોતાના યોગબળથી વધારીને તથા તપોબળથી વધારીને ૬૬ વર્ષનું કર્યું હતું. અને તે સંવત ૧૯૮૫માં લગભગ ૬ ૬ વર્ષ પુરાં પણ થયાં અને તેઓના માનવા પ્રમાણે જ્યાં સુધી પોતાની ઈચ્છા હતી ત્યાં સુષી તેઓએ ઠેહને ટકાવી રાખ્યો.

એક વખત આ મહાન પુરષ ગીરનારમાંથી ઉતરી દ્રરકા જઈ મોટા ઘાટ પાસે સાક્ષીગોપાળની ગુફામાં રહ્યા હતા. તે પોતે યોગબળમાં કોઈવાર એટલે સુષી આગળ વધી જતા કે તેમને પોતાના શરીરનું ભાન જરાપણ રહેતું નહીં અને જીવન માત્રની ઈચ્છા પણ નષ્ઠ થઈ જતી. તેમણે સંવત ૧૯૬૪માં પોતાના તપોબળથી પોતાનું જીવન બ્રહ્મઅન્નિમાં હોમી દીધું હતું, પણ વિપ્ર નરભેરામ માસ્તરે દીનતાપૂર્વક ઘણી આજીજી કરી ત્યારે તેમણે તે જીવન ટકાવી રાખ્યું.

સંવત ૧૯૬૯માં પાછો એવો જ બનાવ બન્યો હતો. તે વખતે બર્ડાના ડુંગરમાં આભપરા માથે શરીરને તપોબળથી બ્રહ્મઅગ્નિમાં હોમી દીધું હતું પણ તેમને ભાણવડના ભગત દયારામની જગ્યામાં તેડી લાવવામાં આવ્યા હતા. ત્યાં વળી વલ્લભદાસ, ગોકળદાસ અને વિઠ્ઠલદાસે ઘણી જ દીનતાપૂર્વક શરીર ટકાવી રાખવા અરજ કરી ત્યારે તેમણે પોતાના દેહને ટકાવી રાખ્યો.

ત્રીજીવાર સંવત ૧૯૭૪માં ગીરના ડુંગરમાં તપોબળથી પોતાનું શરીર બ્રહ્મઅગ્નિમાં તેમણે હોમી દીધું હતું ત્યાં પટેલ મુર્‌ તથા પટેલ સાજણે દીનતાપૂર્વક અરજ કરેલી તે ઉપરથી તેમણે શરીર ટકાવી રાખ્યું.

ચોથીવાર સંવત ૧૯૭૫માં તપોબળથી પોતાના શરીરને આભપરાના ડુંગર સાથે હોમી દીધું હતું, પણ વિપ્રકરશનજી ધનજી આદિત્યાણા તેડી લાવ્યા. અને શરીર ટકાવી રાખવા ઘણી જ દીનતાપૂર્વક અરજ કરી કારણ કે આવા પુરૂષનો દેહ પ્રાણી માત્રને કલ્યાણકારી છે. તેઓશ્રી જ્યાં જાય ત્યાં બોલ્યા ચાલ્યા વગર કે કોઈને બોધ આપ્યા વગર પણ ઘણી જ સારી અસર કરતા, કારણ કે તેમનો દેહ, મન અને આતમાથી શુભ પરમાણુઓનો પ્રવાહ નિરંતર વેતો જ જતો, તેનું પવિત્ર જીવન એક સુગંધી પુષ્પ જેવું હતું. જેથી તેના સંબંધમાં આવનારને પોતાનો સુવાસ આપ્યા વિના રહેતું નહીં. આ તેમના બાહ્ય જીવનની ઘણી જ અપૂર્ણ અને ટુંકરૂપી રેખા હતી. તેમણે કોઈનો સંગ કર્યો નહીં કે કોઈ પાસેથી ઉપદેશ લીધો નહીં.

પોતે પોતાની મેળે જ અંદરથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કારણ કે આત્મ સ્વરૂપે અનંતજ્ઞાની છે. અંદરના જ્ઞાન ઉપર લાગેલા પડળ દૂર કરવાને બાહ્ય શુભ નિમિત્તોની જીવોનો જરૂર પંડે છે પણ તેમના પડળ પૂર્વભવના યોગાભ્યાસથી અને તપોળથી નાશ પામ્યાં હતાં. તેઓ બાહ્ય સાધનો વિના પણ અંતરજ્ઞાન પ્રાપ્ત કરી શકતા. તેઓ ત્રદષિઓના અનાદિ ધર્મ પ્રમાણે પોતાનું જીવન રાખતા તેઓ કદાપિ પણ ધર્મભ્રષ્ થયા નહિ. તેઓ મોટે ભાગે ગીરના, આરસના, બર્ડાના અને ગીરનારના ડુંગર ઉપર જ વિચરતા હતા અને ત્યાં પણ સર્વેના સંગ રહીત થઈ એકાંતમાં બેસતા હતા.

કોઈપણ પદાર્થ કે પાણી સરખું પણ સાથે રાખતા ન હતા. તેમ તેઓશ્રી કોઈનો આશ્રય શોધતા નહીં. તેઓશ્રી પ્રાચીન કાળમાં જેમને ખરા ત્યાગી કહેતા હતા તેવા આ વીરક્ત, અજાચક્ર, નિરાશી, નિર્વાસનીક અને નિર્દોષી હતા. તેમણે કોઈપણ પદાર્થ તોડીને કે પુરૂષાતન કરીનેપોતાના દેહનું રક્ષણ કર્યું નહોતું. કોઈ દયાળુ મનુષ્ય વસ્ત્ર (પંચીઉં) આપે તો અધું પોતે પહેરતા હતા અને અર્ધાની ગાત્રી વાળતા હતા. કોઈ દયાળુ શ્રદ્ધાળુ સજજન ભિક્ષા તરરીકે તેમને ફળ, ફૂલ, ભાજી, દૂધ આપવા જાય તો તેમાંથી પાશેર જેટલું ભિક્ષાન્ન લેતા હતા. આવી રીતે ક્ષુષાની નિવૃત્તિ કરી પોતાના જીવનનો નિર્વાહ કરતા હતા. કોઈ પ્રકારનું મિષ્ટાન્ન કોઈ આપે તો તેને પ્રસાદી તરરીકે તેમને પાછું આપતા હતા. કોઈ સદ્દગૃહસ્થ તેમને શહેરમાં કે ગામના લઈ જાય તો ત્યાં પાચ- સાત દિવસ રહીને પાછા જંગલમાં ચાલ્યા જતા. કોઈપણ જાતની બાહ્ય ક્રીયા કે સાધન તેઓશ્રીને આવડતું નહીં અને કોઈ પાસેથી તેઓશ્રી શીખ્યા પણ ન હતા.

બાહ્ય વસ્તુઓ ઉપરના વૈરાગ્યને લઈને ઉપરનો દિપક પ્રગટ થયો હતો. અને તેથી તેઓશ્રીના શરીરના નિભાવ વાસ્ત્તે જો કોઈ શ્રદ્ધાળુ મનુષ્ય પાશેર ભાજી ખવરાવે તો તે ગ્રહણ કરતા નહિ, તો પોતાની વૃત્તિમાં એકચિત્ત રહેતા અને એકાંતમાં પડયા રહેતા. કોઈ શ્રદ્ધાળુ મનુષ્ય આગ્રહ કરીને જ્યાં લઈ જતા ત્યાં જતા અને તે આસનમાંડી આપતા તે ઉપર બેસતા અને કોઈ પ્રશ્ન પૂછતા તો યોગ્ય જવાબ આપતા નહિતસપોતાના ધ્યાનમાં મગ્ન રહેતા. તેમણે પોતાના અનુભવથી તથા તપોબળથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું તે જ્ઞાનનો ઘણા લોકોને લાભ મળે તે હેતુથી ઘણા સજજન પુર્‌ષોએ તેમને પોતાનું જ્ઞાન પુસ્તકરૂપે બહાર પાડવા વિનંતી કરેલી હતી તે વિનંતી યોગ્ય લાગવાથી તેમણે સ્વકારી. પણ પોતે ભણેલા નહિ હોવાથી પોતાને જે કાંઈ કહેવાનું હતું તે તેમણે બીજા પાસે લખાવ્યું છે. તેમાં તેમણે પોતાના અનુભવ તથા તપોબળ દ્વારા મેળવેલા જ્ઞાનનો સાર જણાવ્યો છે.

આ જ્ઞાન પ્રકાશનું મુસ્તક તેઓશ્રીએ જગતની સેવામાં રજુ કરતાં એવી ઈચ્છા રાખી હતી કે મનુષ્ય પ્રયત્ન કરી પોતાના પુરૂષાર્થ વડે આ જ્ઞાન પ્રાપ્ત કરી તે પ્રમાણે વર્તશે તો અનેક ભ્રમણાઓમાંથી છૂટી પોતાના જન્મને સુધારી શકશે અને જન્મનો ફેરો સફળ કરી શકશે. તેઓશ્રીનું જીવન આપણને બોધ આપે છે કૅ જ્યાં ખરી પવિત્રતા છે, જ્યાં વાસનાઓનો અભાવ છે અને જ્યાં નિરાશ્રયપણું છે. ટુંકામાં જ્યાં ખરો વૈરાગ્ય છે, ત્યાં અંદરથી એમની મેળે જ સ્વચંમેવ જ્ઞાન પ્રગટે છે તેવા મનુષ્યને બાહ્ય નિમિત્તો શોધવા પડતાં નથી. કુદરત તેને અનુકૂળ બને છે અને સર્વસંયોગો તેના વિકાસને સહાયભુત થાય છે. તેઓશ્રીએ પોતે જણાવેલ છે જે કોઈ મનુષ્ય પ્રાણીને સવાર થાય તો અમને જગાડજો પણ આ માયારૂપી સસાણમાંથી અજ્ઞાનરૂપી ્નિંદ્રામાંથી જગાડવા છતાં કોઈ જ્યું નહીં. જન્મ અને મરણડઢ્પી માયાના મસાણમાં અનેક પ્રકારની ભૂખરૂપે ભુતો, અનેક પ્રકારની કામનારૂપી ખપર લઈને ચૌદે બ્રહ્માંડમાં ભમ્યા કરે છે, તેમાં પંડિત, પુરાણી,

ફકીર, ઓલીઆ, સિદ્ધ અને સમર્થ, રાજા અને રૈયત કોઈપણ નિરસ્વાર્થી દેખાયું નહિ અને જ્યાં સ્વાર્થ છે, ત્યાં નિતિ ધર્મ રહેતો નથી. તેથી તેમાં કોઈપણ વિરક્ત કે અજાચક્ર, કે નિરાશી કે નિર્વાસનીક કે નિર્દોષ દેખવામાં આવ્યું નહિ.

તેમણે ૬૭ વર્ષની વયમાં ૪૫ (પીસ્તાલીસ) વર્ષ સુધી શોષ કરી પણ કોઈ પાત્ર મલ્યું નહિ. તેમણે આ જગતમાં જન્મ લીધો હતો. તો જન્મ-મરણની માયાર્‌પી મશાણમાં કોઈ અજ્ઞાનરૂપી નિંદ્રામાંથી જાગે તે હેતુથી તેવા પુર્‌ષને વાસ્તે આ પંડવરમંડ શોધીને ત્રણ કાળ તથા ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય સંબંધી જે શાન ગ્રાપ્ત કર્યું હતું તે માયામાંથી છૂટવા ઇચ્છતા પુર્ષોને વાસ્તે તેમનો દેહ છૂટવા પડેલાં આ જ્ઞાનપ્રકાશરૂપી ગ્રંથ તરરીકે આગળ મૂકતા ગયા છે.


ગઝલ

જગતની સુક્ષ્મ ગ્રંથીને, તત્વ સિદ્ધાંત તે શોધી લે,
રચ્યો આ ગ્રંથ દુનિયાનો, પ્રલય ઉત્પત્તિ માયાનો;
ભણ્યાં શાસ્તો શુદ્રોનાં, ન જોયા ગ્રંથ બુઝર્ગોના,
તૃષાકાળે ન પુછ્યું તે, ન જાણ્યું ગ્રહ કોનું તે.

હતું જો સત્ય માયામાં, વિકારો કાં થાય કાયામાં,
ક્ષણે સાચી ક્ષણે ખોટી, બધા ખેલ ખેલે એ જ્યોતિ;
કદ્દી જો ન્યાયદ્રષ્ટિથી કરે ચિત વાયુની શાંતિ.

નથી તારૂં નથી મારૂં, ફોગટ ફાંફાં શા સાર્‌,
સત્ય અસત્ય સમજી જા; નિર્ભય પદ પામી જા;
વિપ્ર ત્રીકમજી કહે તુજને, શોધી પંડવરમંડને,
દે છોડી પાખંડ પુજવા, સત્ય સમજ તું મનવા.


રગ: ગારા

ધરત યોગી ધ્યાન, ધરત યોગી ધ્યાન
સુણ લે મન જ્ઞાન, સુણ લે મન જ્ઞાન;
જ્ઞાન જ્યોતિ દશમ દ્વારકો કરત તું….. …. ધરત૦

અવિચલ ચિત લગાવત યોગી
નિર્ભય પદકો પાનત યોગી
તત્વ તુજકો નમન કરત હૈ… …. ધરત


રાગ : માઢ
અવતારી, નિર્વિકારી, છો ભયહારી, બ્રહ્માકુળતારી, યોગેશ્વર મહારાજ.
ગતિ અકળ તમારી, ત્રદષિ વરધ્રારી, શક્તિ શુભ તમારી,
અગણિત ભારી, પુરણ છો સુખધામ.         …અવતારી.
સ્વામી અમારા છો બહુ નામી, અંતર્યામી હે ઈશ,
અચળધામી, છો ગુણગામી તારક છો જગદીશ.    …અવતારી.

દીન દયાળુ, પરમ કૃપાળુ, કર્ણાળુ કૃપાનાથ
ગણી પોતાનો પાળો, સ્નેહે સંભાળો, બાહ્ય ગ્રહો પ્રભુ હાથ.    …અવતારી.
સાયાના મદણાં; લોભના ફંદમાં; ભુલ્યા તમારં નામ,
ખોટા આનંદમાં, ગવ પ્રમાદમાં ચુથ્યા નકામા યામ. …અવતારી.

ગુણ તમારા અનંત અપારા, ભરનારા ભવદુઃખ સર્જનહારા, આપ ઉદારા, ઉગારજો કાળમુખ. …અવતારી.

સંકટહારી, દયા દીલધારી, મતિ સુષારો મહારાજ.
સુબુદ્ધિ સુધારી, દેજો વધારી, બુડતાં રાખજો લાજ. …અવતારી.

પ્રાર્થના મારી, લેજો સ્વીકારી, સંકટહારી દયાળ છો ભવ ભયહારી,
ભૃગુકુળારી લીઓ તમારા ભક્તની ભાળ. …અવતારી.

આપના જાણી, દયા ઉર આણી, બ્રહ્મકુળ તારી મહારાજ છો ગુણખાણી, આપ પ્રમાણી, હા ભવ સિન્યુની પાજ, …અવતારી.

અવગુણ મારા, છેજ અપારા, ક્ષમા કરો ત્રિકમરાય પાલનહારા, છો તારનારા, સંકટે કરનારા સહાય. …અવતારી.

નિતિ ષર્મ અને સત્યતા સ્થાપી, આનંદ કરાવ્યો મહારાજ બ્રહ્મપુત્રોની આબર્‌ આબાદ રાખી, કલંક કાઢયું છે આજ. અવતારી.

નિર્વિકારી, છો ભયહારી, બ્રહ્મકુળ તારી યોગેશ્વર મહારાજ.


વળી પાછો એવો જ બનાવ બન્યો કે મહાત્માશ્રી ત્રિકમજી બાપુશ્રીએ પોતાનો દેહ બ્રહ્મબગ્નિમાં સંવત ૧૯૮૬ના મહા વદ ૯ ને શુક્રવારે હોમવા બેઠા તે વખતે કરસનજી ધનજી પંડિત તથા રામજી હીરજી જોષીએ શરીર ટકાવી રાખવા ઘણી જ નમ્રતાથી આજીજી કરી ત્યારે મહાત્માશ્રીએ કહ્યું કે હું હવે જગતમાં બહુ જ ઉપદ્રવ દેખું છું માટે હવે મને આ દેહ છોડવાની મહેરબાની કરીને રજા આપો, ત્યારે આવા મહાન સાક્ષાત દૈવ અવતાર જેવા પુરૂષને તે બાબતની રજા કેવી રીતે આપી શકાય. એટલે પોતે પોતાના તપોબળથી એકદમ બ્રહ્મઅગ્નિ પ્રગટ કરી, તે બ્રહ્મઅગ્નિ ૪-૫ ફૂટ છેટે રહેનારથી પણ સહન થાય નહી એવો એકદમ દેખાવ આપ્યો, ત્યારે એમ જ કહેવાનો સમય આવ્યો આપશ્રીની ઈચ્છા તેટલું કહેતાની સાથે શરીર એકદમ કંચનવર્ણ અને ભર્યુવાન જેવું શોભાયમાન અને જેમ ચંદ્રની સોળ કળાની માફક શોભતું હતું. એટલે  અમોને આશા હતી કે મહારાજશ્રીએ શરીર હવે ટકાવી રાખ્યું.

પરંતુ સંવત ૧૯૮૬ના ર મહા વદ ૧૧ સોમવારે બપોરના બે વાગે કરસનજી ધનજી તથા રામજી હીરજી જોષીને _. બોલાવીને કહ્યું કે અત્યારે શરીર છોડી દેવું છે. ત્યારે ઘણી જ દીનતાથી આજીજી કરીને કહ્યું કે હે માહાત્માશ્રી ત્રિકનજી બાપુશ્રી આપશ્રીના શરીરને અગરચંદન, શ્રીફળ અને ઘીમાં જ અગ્નિસંસ્કાર કરવો જોઈએ. તો આ નાના આદિત્યાણા જેવા ગામમાં એકદમ ઓચિંતી સગવડ બની શકવી મુશ્કેલ છે. તો આપ કૃપા કરી જીવન ટકાવો અને તે વસ્તુઓ સર્વે પોરબંદરથી અમો મંગાવી લઈએ ત્યારે અમારા પર કૃપા કરીને તે વાત લક્ષમાં લયી એટલે કરસનજી ધનજીએ પોરબંદર જેઠાલાલ ત્રીકમજી પંડિતને મોકલી સાહિત્ય મંગાવી લેવામાં આવ્યા એટલે મહારાજશ્રી ત્રીકમજી બાપુશ્રીએ સંવત ૧૯૮૬ના મહા વદ ૧૩ બુધવાર (મહાશીવરાત્રી)ના રોજ રાતના બાર વાગે સ્વધામ પધાર્યા. તે વખતે ત્યાં બેઠેલા ૫૦ થી ૬૦ માણસો તે વખતે ત્યાં હતાં. તેમણે એક કલાક સુધી દેવી વાજીંત્રો વાગ્યા તેનો નાદ સૌના સાંભળવામાં આવ્યો હતો.

આદિત્યાણા, લી. રામજી હીરજી જોષી  તા. ૧-૨-૩૧